Kutch Bulletin Desk | Kutch Administration Updates
Kutch Collector Anil Ranavasia visited the Naranpar Roha Primary School and partook of the mid-day meal.
Kutch Bulletin - ભુજ / નારણપર રોહા : કચ્છ જિલ્લામાં શિક્ષણ અને બાળકોના પોષણ સ્તરને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટીતંત્ર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે કલેક્ટરશ્રીએ નારણપર રોહા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે શાળાના બાળકો અને સ્ટાફ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.
🍲 મધ્યાહન ભોજનની જાત તપાસ અને રસોઈયા બહેનોનું સન્માન
આ મુલાકાતની સૌથી ખાસ બાબત એ રહી હતી કે કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ શાળામાં ચાલતી મધ્યાહન ભોજન યોજનાની કામગીરીની જાત તપાસ કરી હતી. તેમણે નિર્ધારિત મેનુ મુજબ રસોઈયા બહેનો દ્વારા બનાવેલા 'પૌંઆ'નો સ્વાદ માણ્યો હતો. ભોજનની શુદ્ધતા અને સ્વાદથી પ્રભાવિત થઈને તેમણે રસોઈયા બહેનોની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી હતી અને તેમની આત્મીયતાને માન આપ્યું હતું.
🏗️ મધ્યાહન ભોજન શેડ માટે રૂ. ૫ લાખની ગ્રાન્ટ મંજૂર
શાળામાં મધ્યાહન ભોજનની કામગીરી વધુ સુવિધાજનક બને અને બાળકોને જમવા માટે યોગ્ય વ્યવસ્થા મળી રહે તે હેતુથી કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ સ્થળ પર જ ત્વરિત નિર્ણય લઈને મધ્યાહન ભોજન શેડ માટે રૂ. ૫ લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. કલેક્ટરશ્રીના આ લોકાભિમુખ પગલાં બદલ નારણપર રોહાના ગ્રામજનો, પંચાયત સભ્યો અને શાળા પરિવારે વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ વાંચો:
કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ