મુન્દ્રા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી અંગે યોજાયું ગ્રાઉન્ડ રિહર્સલ | કલેક્ટર અનિલ રાણાવસિયાએ કર્યું નિરીક્ષણ

 Kutch Bulletin Desk | Kutch Local News & Independence Day Updates

Ground rehearsal held at Mundra for the district-level celebration of the 80th Independence Day; Collector Anil Ranavasia inspected the arrangements.

૧૫ ઓગસ્ટના રોજ મુન્દ્રા ખાતે ગુજરાત ઘેટા અને ઉન વિકાસ નિગમ લિમિટેડના મેદાન પર યોજાશે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ.

શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને કરાવશે ધ્વજવંદન.

કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં મિનિટ ટૂ મિનિટ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું રિહર્સલ યોજાયું.

Kutch Bulletin Desk | Kutch Local News & Independence Day Updates

Kutch Bulletin - ભુજ/મુન્દ્રા : કચ્છ જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી આન-બાન-શાનથી થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે મુન્દ્રા ખાતે ગ્રાઉન્ડ રીહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રિહર્સલ દરમિયાન કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી. તેમણે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ શાળાઓના બાળકો દ્વારા આયોજિત દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળી મિનિટ-ટૂ-મિનિટ આયોજનની સમીક્ષા કરી હતી.

🇮🇳 રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા કરાવશે ધ્વજવંદન 

કચ્છના જિલ્લાકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ધ્વજવંદન કરાવશે. મુન્દ્રા શહેરમાં આવેલ ગુજરાત ઘેટા અને ઉન વિકાસ નિગમ લિમિટેડના મેદાન ખાતે આ ભવ્ય ઉજવણી યોજાનાર છે, જેમાં સહભાગી થવા માટે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Kutch Bulletin Desk | Kutch Local News & Independence Day Updates

👮‍♂️ ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત 

Kutch Bulletin Desk | Kutch Local News & Independence Day Updates

આ ગ્રાઉન્ડ રિહર્સલ પ્રસંગે કલેક્ટરશ્રીએ સરકારી પ્રોટોકોલ અનુસાર તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, મુન્દ્રા એસએસપીશ્રી ગૌતમ વિવેકાનંદન, નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડિયા, મુન્દ્રા પ્રાંત અધિકારીશ્રી ભગીરથસિંહ ઝાલા, મામલતદારશ્રી કલ્પનાબેન ગોંદિયા તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસની વિવિધ પ્લાટુન ઉપસ્થિત રહી હતી.

કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ